અમરેલી શહેરમાં ગત રાત્રિના સમયે વીજળી નહીં હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ તારમાં ખામી હોવાના કારણે વારંવાર વીજળી જાય છે, આથી કામકાજમાં અને રાત્રે આરામમાં ખલેલ પહોંચે છે. માણેકપરા વિસ્તારના કેટલાક રહીશો રાત્રે ૧૦ વાગે ઁય્ફઝ્રન્ ઓફિસે ફરિયાદ કરવા ગયા હતા. ત્યાં હાજર કર્મચારીઓએ કહ્યું કે “રાત છે અત્યારે સાહેબ કોઈ નહીં હોય, હવે તો કંઇ નહીં થાય, સવારે આવી ને ફરિયાદ આપજો, સવારે કરી આપીશું” પરંતુ રહીશોએ ઉચ્ચ અધિકારીને ફોન કર્યો, ત્યારબાદ રાત્રે લગભગ ૧ઃ૩૦ વાગ્યે ઁય્ફઝ્રન્ની ટીમ આવી અને રિપેરિંગ કામ શરૂ કર્યું હતું. ઉનાળાનો સમય હોવાથી રાત્રે લાઈટ ન રહેતાં લોકો ઘરની અંદર રહેવા બદલે ઠંડક માટે બહાર રોડ પર બેસવા મજબૂર બન્યા હતા. ચાલુ દિવસોમાં અવારનવાર ઁય્ફઝ્રન્ દ્વારા જાણ કર્યા વિના જ લાઇટ કાપવામાં આવે છે. કલાકો સુધી લાઈટો નથી આવતી જેના કારણે ધંધા રોજગારમાં તેની અસર જોવા મળે છે. ચોમાસા પહેલા ઁય્ફઝ્રન્ દ્વારા પ્રીમોન્સુનની કામગીરી કરવામાં આવે છે કે નહીં તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે, જો કામગીરી થઇ હોય તો આવી સ્થિતિ ના જોવા મળે.