અમરેલીના સારહી યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, કૌશિક્ભાઈ વેકરીયા, ભાવેશભાઈ સોઢા, પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી,તુષારભાઈ જોષી, હિરેનભાઈ બગડા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સમગ્ર ટીમના પ્રયત્નોથી અમરેલી શહેરને સરકારી અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા શરૂ કરવા દરખાસ્ત કરેલ હતી. જેની પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તાત્કાલિક મંજુરી મળતા જુન-૨૦૨૨ના શરૂ થતા નવા સત્રથી શહેરની મધ્યમાં લાયબ્રેરી સામે રામજી મંદિર પાસે તાલુકા શાળાના અદ્યતન આધુનિક ડિજીટલ ઉપકરણોથી સજ્જ બિલ્ડીંગમાં અંગ્રેજી માધ્યમની શાળાનો શુભારંભ થઇ રહ્યો છે,ગુજરાત રાજ્યની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પૈકી સૌ પ્રથમ અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવા બદલ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ શુભેચ્છા પાઠવી છે. અંગ્રેજી માધ્યમ શાળામાં તમામ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.