અમરેલી જિલ્લામાંથી પોલીસે પાંચ ઈસમોને કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપી પાડ્યા હતા. આ સિવાય સાવરકુંડલામાંથી બે, બાબરા અને ખાંભામાંથી એક-એક મળી કુલ નવ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ઝડપાયા હતા. સાવરકુંડલામાં હાથસણી રોડ ખોડિયાર ચોક પાસેથી મીતીયાળા ગામનો યુવક વિના પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં રોડ ઉપર ફરતો મળી આવ્યો હતો.










































