અમરેલી શહેરમાંથી પોલીસે કુલ ૧૦ જુગારીને ઝડપી પાડ્‌યા હતા. જેમાં ૪ મહિલાઓ પણ હતી. તેમની પાસેથી કુલ રૂ. ૧૭,૨૫૦ જપ્ત કરવામાં આવ્યા હતા. સાવરકુંડલા રોડ પર ગુજકોમીલની પાછળ જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં અજયભાઇ કલ્યાણભાઇ રાધનપરા, કિશનભાઇ ચંદુભાઇ ગાંગડીયા, પ્રકાશભાઇ હંસરાજભાઇ રાઠોડ, બળવંતરાય મગનભાઇ ડાભી, મહેશભાઇ કરશનભાઇ પનારા, સુનીલભાઇ પ્રતાપભાઇ ગાંગડીયા તથા ચાર મહિલાઓ જાહેરમાં પૈસા-પાના વડે હાર-જીતનો જુગાર રમતાં રોકડા ૧૭,૨૭૦ સાથે ઝડપાયા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જી.બી. લાપા વધુ તપાસ કરી રહ્યા છે.