અમરેલી શહેરમાં રહેતા એક ૧૩ વર્ષીય કિશોરનું અજાણ્યો ઈસમ અપહરણ કરીને લઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે તેના પિતાએ પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસ દ્વારા તરૂણને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
અમરેલી શહેરમાં ચક્કરગઢ રોડ પર રહેતા સંજયભાઈ પરશોત્તમભાઈ રામાણી (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, તેમના દીકરા ઋત્વિકને કોઈ અજાણ્યો માણસ બે દિવસ પહેલા બપોરે ૩ થી ૪ વાગ્યાના ગાળામાં કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર ડી.બી.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.