અમરેલી શહેરમાંથી વાવડી (ધરાઈ) ગામના પુરુષનું બાઈક ચોરાયું હતું. બનાવ અંગે ચેતનભાઈ ભુપતભાઈ રાદડીયા (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પિતા બાઈક લઈને અમરેલી ગયા હતા. સિટી પોઈન્ટ કોમ્પ્લેક્સની પાછળ શેરીમાં આવેલા ડો. ભાવેશ દવેના હાડકાના દવાખાનાની બહાર પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ ચોર ઈસમ ચોરી કરીને લઈ ગયો હતો.







































