અમરેલી શહેરમાંથી બે સગીરાનું બદકામના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. પ્રથમ ફરિયાદ અમરેલીમાં રહેતા રોનક ફિરોજભાઈ નાગોરી સામે નોંધાઈ હતી. જે મુજબ આરોપી સગીરાને લલચાવી ફોસલાવી, બદકામના ઈરાદે અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. બીજી ફરિયાદ મૂળ નાની કુંકાવાવના અને હાલ રાજકોટ ખાતે રહેતા સાગર વિનુભાઈ સોરઠીયા સામે નોંધાઈ હતી. જે મુજબ આરોપી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી વાલીપણામાંથી ભગાડી ગયો હતો. ઉપરાંત તેની સાથે રોમાંસ અને કિસ કરી શારીરિક છેડતી કરી હતી. બંને કેસની તપાસ અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.કે.વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.