અમેરલી શહેર તથા જિલ્લામાં પોલીસ જુગારીઓ પર ભીંસ વધારી રહી છે. અમરેલી શહેરમાં સંધી સોસાયટીમાંથી પોલીસે બે જુગારીને ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. ઇસ્માઇલભાઇ રફાઇ તથા રફીકશાભાઇ રફાઇ જાહેરમાં હારજીતનો જુગાર રમતા હતા ત્યારે રોકડ રકમ ૩૬૩૦ સાથે ઝડપાયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધનજીભાઈ બિજલભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.