અમરેલી જિલ્લામાંથી પોલીસ જુગારની બદી દુર કરવા નિરંતર કાર્યવાહી કરી રહી છે. આ દરમાયન અમરેલી શહેરમાં પા‹કગમાં જુગાર રમતાં બે શખ્સો પોલીસ ઝપટે ચડ્‌યા હતા. તેમની પાસેથી ૯૨ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.શહેરમાં ભીડભંજન મહાદેવના મંદિર પાસે આવેલા પા‹કગમાંથી યુસુફભાઈ હિરાણી તથા મુકેશભાઈ બગથળીયા પાના વડે હારજીતનો જુગાર રમતાં રોકડા રૂ.૧૭,૧૫૦, મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૫,૫૦૦ તથા ઇકો ફોરવ્હિલ મળી કુલ રૂ.૯૨,૬૫૦નાં મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. પોલીસે જુગારધારા અંતર્ગત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.