અમરેલીમાંથી પોલીસે પાંચ જુગારીને ૩૧૫૦ રોકડ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. જુગારીઓ પાસેથી જુગારનો મુદ્દામાલ કબજે કરાયો હતો. તારવાડી વિસ્તારમાં આવેલા પાણીના ટાંકા પાસેથી ઈમ્તીયાઝ બાજબા, મુસ્તાક ચૌહાણ, સાબીર પઠાણ, હિરેન માલવી અને ઈલ્યાસ સેલોત જાહેરમાં ગંજી પત્તાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમતાં રોકડ રકમ ૩૧૫૦ સાથે ઝડપાયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ છનાભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.