અમરેલીમાં રહેતા સંજયભાઈ રમેશભાઈ સોંડાગર (ઉ.વ.૨૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની ૨૦ દિવસ પહેલા પોતાના રહેણાંક મકાનેથી કોઈને કહ્યા વગર પહેરેલા કપડે ક્યાંક જતી રહી હતી. તેની શોધખોળ કરવા છતાં ક્યાંય મળી ન આવતાં પોલીસને જાણ કરાઈ હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાય.એ.વાળા વધુ તપાસ કરી રહ્યા છે.