અમરેલીમાંથી પોલીસે દારૂની બોટલો, બિયરના ટીન ઝડપી પાડ્યા હતા. કેતનભાઈ મનસુખભાઈ બારૈયા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ તથા મોબાઈલ, દિવ્યેશભાઈ નિલેશભાઈ મહેતા પાસેથી બે નંગ ચપટા અને એક મોબાઈલ તથા દિપકભાઈ મનસુખભાઈ થળેસા પાસેથી બિટરના બે ટીન મળી કુલ રૂ.૧૦,૫૫૭નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મોરંગી ગામેથી યુવક કેફી પીણું પીધેલી હાલતમાં ફરતો મળી આવ્યો હતો.










































