અમરેલીમાંથી શંકાસ્પદ દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. જેમાં મીતીયાળાના રહેણાંક વિસ્તારમાં શંકાસ્પદ દૂધની ફેક્ટરીમાં નકલી દૂધ બનાવવામાં આવી રહ્યું હતું. ત્યારે આ ઘટનાની જાણ એસઓજી અને ફુડ એન્ડ્ર ડ્રગ્સ વિભાગને થતા બંને વિભાગની ટીમે શંકાસ્પદ દૂધ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.
મળતી માહિતી અનુસાર યુવક બહારથી દૂધ મગાવી તેમાં મિલ્ક પાઉડર ભેળવી ભેળસેળ કરતો હતો. જેમાં કેમિકલ પાવડરનો ઉપયોગ કરી નકલી દૂધ બનાવવામાં આવતુ હતું. ત્યારે એસઓજી અને ફુડ એન્ડ્ર ડ્રગ્સ વિભાગે બનાવટી દૂધને પલાસ્ટીક થેલીમાં પેક કરતા યુવકને પણ ઝડપી પાડ્યો હતો. જેમાં ૨.૨૧ લાખના મુદ્દામાલ સાથે ગુણવંત કળસરિયા નામના શખ્સની ધરપકડ કવરામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ હાલ દૂધના સેમ્પલને ગાંધીનગરમાં ટેસ્ટીંગ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે અમરેલી એસઓજી અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુકત કામગીરીના કારણે વધુ એક નકલી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.