અમરેલીમાં કુંકાવાવ રોડ પર જગુપુલ પાસેથી મોગલ કૃપા એન્ટરપ્રાઇઝમાંથી પોલીસે ભેળસેળયુક્ત હલકી ગુણવત્તાવાળું જ્વલનશીલ પ્રવાહી ઝડપી પાડ્‌યું હતું. પોલીસે ૪૨૦૦ લીટર પ્રવાહી, સીસીટીવી કેમેરાનું ડીવીઆર સહિત રૂ. ૨.૯૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પીપળલગ ગામે રહેતા વેપારી દિગ્વીજયભાઈ ઉર્ફે લાલભાઈ દાનકુભાઈ વાળા (ઉ.વ.૪૯)ની મોગલ કૃપા એન્ટપ્રાઈઝમાંથી કોઈપણ જાતના લાયસન્સ કે મંજૂરી વગર ભેળસેળયુક્ત હલકી ગુણવત્તાવાળા જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો હતો. આરોપી આ જથ્થો માત્ર ઈન્ડસ્ટ્રીયલ હેતુ માટે ઉપયોગમાં લેવાનો હોવાનું જાણતાં છતાં આર્થિક ફાયદા માટે વાહનમાં ઈંધણ તરીકે ઉપયોગ માટે છુટક વેચાણ કરતો હતો. પોલીસે કુલ ૪૨૦૦ લીટર પ્રવાહી, સીસીટીવી કેમરાનું ડીવીઆર, સ્ટોક રજીસ્ટર મળી કુલ ૨,૯૭,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જી.બી.લાપા વધુ તપાસ કરી રહ્યા છે.