અમરેલી શહેરમાંથી પોલીસે પાંચ જુગારીને રોકડા ૫૩,૪૦૦ સાથે ઝડપી લીધા હતા. જેમાંથી એક પુરુષ અને ચાર મહિલા હતા. સરદારનગર શેરી નંબર ૪માં જાહેરમાં જુગાર રમતાં મનીષભાઈ જગદીશભાઈ જસાણી (ઉ.વ.૩૪) સહિત ચાર મહિલા રોકડા ૫૩,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.