અમરેલીમાં નવા માર્કેટિંગ યાર્ડ રોડ પરથી કતલખાને ધકેલાતાં નવ અબોલ જીવ બચાવી પોલીસે ૬.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લીલીયાના હરિપર ગામે રહેતો જમીલભાઈ દોલુભાઈ સમા (ઉ.વ.૩૬) તથા ચિતલમાં રહેતા ઉસ્માનભાઈ ઉર્ફે લાળીયો હસનભાઈ કાલવા (ઉ.વ.૬૦) અને વસીમભાઈ મહેબુબભાઈ કાલવા કતલ કરવાના ઈરાદે ટ્રકમાં નવ ભેંસને કોઈપણ જાતના ઘાસચારા કે પાણીની સગવડતા વગર ખીચોખીચ બાંધીને લઈ જતાં ઝડપાયા હતા.
પોલીસે ભેંસો સહિત ટ્રક મળીને કુલ ૬,૮૦,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પી.એલ.બારૈયા વધુ તપાસ કરી રહ્યા છે.