અમરેલી જિલ્લામાંથી પોલીસે બે સ્થળેથી ૯ જુગારી સહિત ૨૧,૪૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી એલસીબી ટીમે કુંકાવાવ રોડ ઉપર વડી-ઠેબી નદીના વચ્ચેના વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા પાસેથી સંજયભાઇ વનમાળીભાઇ બારેજા, વિનોદભાઇ સુરેશભાઇ બારેજા, પ્રફુલભાઇ પોપટભાઇ બારેજા, દિપકભાઇ સુરેશભાઇ બારેજા, અરવિંદભાઇ ભુપતભાઇ ઘોઘારી તથા દિનેશભાઇ પોપટભાઇ માલવી જાહેરેમાં પૈસા-પાના વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ. ૧૧,૨૦૦ સાથે ઝડપાયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન બી ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે. શેલણા ગામેથી જીવણભાઇ નનુભાઇ ઝાલાવાડીયા, મગનભાઇ ભગવાનભાઇ મેર તથા રઘુભાઇ કરશનભાઇ ડાંભલીયા હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં રોકડા ૧૦,૪૬૦ સાથે પકડાયા હતા. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સી. એમ ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.