અમરેલી જિલ્લામાં યુવાનો મોટા પાયે નશીલા પદાર્થના રવાડે ચડી ગયા છે. થોડા સમય પહેલા નશીલા ડ્રગ માટે અમરેલીની એક મોટી કોલેજની હોસ્ટેલમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણોસર કાંઈ મળ્યું નહોતું. જાકે તેમ છતાં આજની તારીખે ડ્રગ્સનું સેવન ચાલું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જા પોલીસ તંત્ર છુપી રીતે રાત્રીના તપાસ કરે તો ત્યાં ઘણું બધું મળે તેમ છે. અમરેલીમાં પણ અત્યારે મોટી સંખ્યામાં નશાના વ્યસનીઓ વધી રહ્યા છે અને સ્થાનિક સ્તરેથી જ તેમને માલ મળી રહે છે. થોડા દિવસ પહેલા અમરેલીમાંથી ડ્રગ્સની ફેક્ટરી પણ ઝડપાઈ હતી. જા અમરેલીમાં આવા નશાના કારોબાર પર કોઈ કંટ્રોલ નહીં રહે તો અમરેલી પણ ઉડતાં પંજાબની હરોળમાં મુકાઈ જશે તેમાં કોઈ શંકા નથી, તેમ આંતરરાષ્ટિય હિન્દુ પરિષદના પ્રાંત અધ્યક્ષ ગોવિંદભાઈ ગજેરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.