SGFI દ્વારા ચાલતી સ્કૂલ ક્રિકેટ ગેમ્સમાં સમર્થ ક્રિકેટ એકેડેમીના અં.-૧૯ ના ખેલાડીઓ જિલ્લા કક્ષાનું સિલેકશન પાર કરી રાજ્ય કક્ષાના સિલેકશન માટે પસંદગી પામેલ હતા. બોયઝમાં પ્રેમ ગોરખીયા અને વુમન્સમાં ઋતુ સાવલિયા ગુજરાતનાં ટોટલ ૩૦ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી તેમાં પણ પસંદ થઈ ચૂક્યા છે. તેઓ ગુજરાતની ફાઇનલ ૧૫ની ટીમમાં પોતાનું સ્થાન મેળવી લે એવી સમર્થ ક્રિકેટ એકેડેમીના કોચ તથા અમરેલી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનાં સેક્રેટરી મયુરભાઇ ગોરખીયાએ શુભેચ્છા પાઠવી હતી.