અમરેલીની સગીરાને વિજપડીનો યુવક લલચાવી, ફોસલાવી બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. બનાવ સંદર્ભે સગીરાના માતાએ યુસુફ હુસેનભાઈ ગાહા (સંધી) સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની સગીરાને આરોપી લલચાવી, ફોસલાવી, બદકામના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.કે. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.









































