અમરેલીમાં રહેતી એક સગીરાને બદકામના ઈરાદે ઉત્તર પ્રદેશનો યુવક ભગાડી ગયો હતો. આ અંગે સગીરાના માતાએ ઉત્તર પ્રદેશના -સાહોપાર ખાસ, સીસવા, દેવરીયાના ગિર્જેશકુમાર ઉર્ફે હિમાંશુ ઉમેશ યાદવ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેમની સગીરવયની દિકરીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયો હતો.