કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામના ૧૮ વર્ષીય યુવક સંજયભાઈ ભુરિયાને ઝેરી દવાની અસરથી અત્યંત ગંભીર હાલતમાં અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યો હતો. મેડિસિન વિભાગના એમ.ડી. ફિઝિશિયન ડા. વિજય વાળાએ તેમની ગંભીર સ્થિતિને જોતાં તાત્કાલિક ICU વિભાગમાં વેન્ટિલેટર પર રાખ્યો હતો.સારવાર દરમિયાન ઝેરી દવાની અસરથી તેમને શ્વાસની ગંભીર તકલીફ (ARDS) થતાં રેસ્પિરેટરી વિભાગના ફેફસાના નિષ્ણાત ડા. હિમ પરીખે બ્રોન્કોસ્કોપી દ્વારા કફ દૂર કરવાની સારવાર આપી હતી.હોસ્પિટલના નિષ્ણાત તબીબો,ICU વિભાગના નર્સિંગ સ્ટાફની લગભગ એક મહિનાની સઘન સારવાર બાદ યુવાનને નવજીવન મળ્યું હતું. દર્દી અને તેમના સ્વજનોએ સફળ સારવાર બદલ તમામ મેડિકલ સ્ટાફનો આભાર માની ખુશી વ્યક્ત કરી હતી.