અમરેલીમાં શાંતાબા મેડિકલ કોલેજ ખાતે દાખલ થનાર વિદ્યાર્થીઓનું સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા,વસંતભાઈ ગજેરા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરી મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મેડિકલ કોલેજમાં નવા આવેલ ૨૦૦ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઈઝેશન જે રાષ્ટ્રીય સ્તરે ચાલે છે જે અંગે નવા આવેલ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.