અમરેલીની વિદ્યાસભા સ્કૂલ ગજેરા કેમ્પસ ખાતે ઉર્જા સંરક્ષણ કાર્યક્રમ અંતર્ગત ઉર્જા મિત્ર- હોમ વાન પ્રદર્શન યોજાયું હતું. આ વખતે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગર અને જયાભારતી ફાઉન્ડેશન સુરત તેમજ જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર સીએસસી સુરત આ કાર્યક્રમના પ્રાયોજક અને આયોજકોએ હાજરી આપી હતી. આ ઉર્જા મિત્ર હોમ વાન પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સ્ટાફે હાજર રહી પ્રદર્શન લગતી માહિતી મેળવી હતી.