અમરેલી જિલ્લા વિદ્યાસભા સંકુલ કેમ્પસ ખાતે ઈન્ટર ડીએલએસએસ બહેનો માટે હેન્ડબોલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં અમરેલીની વિદ્યાર્થિનીઓ આ સ્પર્ધામાં બીજા નંબર પ્રાપ્ત કરી વિજેતા બનેલ છે.એસ.એચ.ગજેરા ડીએલએસએસની વિદ્યાર્થિનીઓએ હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, ટ્રસ્ટી ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેકટર હસમુખભાઈ પટેલ થતા સંસ્થા પરિવારે અભિનંદન પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.