રાજયમાં આજે ધો.૧ર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયુ હતું તેમજ ગુજકેટની પરીક્ષામાં ૯૯.૯૯ PR સાથે ગુજરાત રાજ્ય પ્રથમ બે વિદ્યાર્થીઓ આદેસરા ઋત્વિક સુધીરભાઈ અને બુટાણી વેદ ભાવેશભાઈએ અમરેલીનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત બોર્ડ પરિણામમાં ૯૯.૯૨ પીઆર સાથે અમરેલી જિલ્લા પ્રથમ આવી ઋત્વિકે સમગ્ર સ્કૂલ પરિવાર તથા શિક્ષકોનું ગૌરવ વધાર્યુ છે.
ઉપરાંત ૧૩ વિદ્યાર્થીઓએ સાયન્સમાં A2 ગ્રેડ મેળવ્યા તથા ૨૨ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા અને સ્કૂલના કુલ ૧૧૯ વિદ્યાર્થીઓમાંથી ૨૮ વિદ્યાર્થીઓએ ૯૦ PR કરતા વધુ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનું ગૌરવ વધારવા બદલ વિદ્યાગુરૂ સાયન્સ સ્કૂલ પરિવારે તમામ ઝળહળતા તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમ સ્કૂલના ડિરેક્ટર મેહુલ ધોળકિયા, અંકુર ઠુંમર અને જતીન મહેતાએ જણાવ્યું હતું.