શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ-સુરત સંચાલિત, શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ માધ્યમિક કન્યા શાળા દ્વારા વિદ્યાર્થીનીઓ માટે એક ભવ્ય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૧૮/૦૪/૨૦૨૬ના રોજ રાત્રે અમરેલી સ્થિત ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતેથી આ પ્રવાસનો પ્રારંભ થયો હતો.આ પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીનીઓ દ્વારકા જેવા વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક સ્થળોની મુલાકાત લેશે. શાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારના પ્રવાસો વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. પ્રવાસને લઈ દીકરીઓમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શાળા મેનેજમેન્ટ દ્વારા પ્રવાસનું સુંદર સંચાલન કરવામાં આવ્યું છે.