અમરેલીમાં જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કાલેજ ખાતે ૨૬ જુલાઈના રોજ ‘કારગિલ વિજય દિવસ” ની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ર૬ જુલાઈ ૧૯૯૯ ના દિવસે આશરે ૬૦ દિવસ સુધી યુદ્ધ કરીને ભારતીય સેનાએ કારગિલ પર પુનઃ કબજો મેળવ્યો હતો. જેની યાદગીરી અને શહીદી વહોરનાર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા અર્થે કોલેજમાં ૩ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. ભાવનગર અંતર્ગત આ કોલેજના એન.સી.સી. યુનિટ દ્વારા એડિશનલ કલેક્ટર IAS અતુલ સિંગના અધ્યક્ષ સ્થાને એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમરેલીના પી.આઈ. જે.આર.સરવૈયા, તરુણભાઈ શુક્લ (મિલેટ્રી ઇન્ટેલિજન્સ & રો, ડિસ્ટ્રીક્ટ પ્રેસિડેન્ટ ડિફેન્સ, મેમ્બર ડિસ્ટ્રીકટ સોલ્જર બોર્ડ), હિતેશભાઈ મોભ(ઇનફન્ટ્રી બટાલિયન), એન.સી.સી. લેફ્ટનન્ટ પ્રો.વિલ્સન વસાવા તથા કારગિલ યુદ્ધમાં શહીદ થનાર વીર જવાનોના પરિવારજનો પ્રકાશભાઈ મહેતા, હિંમતભાઈ રામાણી તથા પ્રજ્ઞાબેન કાનાણીની વિશેષ હાજર રહ્યાં હતા.









































