અમરેલીમાં જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજમાં મંગળવારે અંગ્રેજી વિભાગ દ્વારા કોલેજના આદ્ય સ્થાપક, આચાર્ય અને અંગ્રેજી સાહિત્યના વિદ્વાન સ્વ.પ્રો.એન.કે.ત્રિવેદીની સ્મૃતિરૂપે દ્વિતીય મણકારૂપ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષના વ્યાખ્યાનનો વિષય-‘ટ્રેન્ડ્‌ઝ એન્ડ થીમ્સ ઇન કન્ટેમ્પરરી ઇન્ડિયન ઇંગ્લિશ ફિક્શન’ હતો. આ વિષયના વક્તા તરીકે સાવરકુંડલાની વી. ડી. કાણકિયા આટ્‌ર્સ અને એમ.આર. સંઘવી કોમર્સ કોલેજના અંગ્રેજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. હાર્દિકભાઈ એમ. ઉદેશીએ વિવેચનાત્મક સૂઝ સાથે વ્યાખ્યાન આપ્યું અને ‘સમકાલીન ભારતીય અંગ્રેજી સાહિત્ય’ વિષય પર વિદ્યાર્થીઓ સાથે બૌદ્ધિક ચર્ચા કરી હતી. જેમાં તેમણે ભારતીય અંગ્રેજી સાહિત્યના
સમૃદ્ધ ઇતિહાસ સાથે સલમાન રશ્દી, અરુંધતી રોય, અમિતાવ ઘોષ જેવા સમકાલીન લેખકોનો ઉલ્લેખ કર્યો હતો. આ તકે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા. જી.વી. વેલિયતે મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરીને સ્વ. પ્રો. એન.કે. ત્રિવેદીના સદ્‌ગુણો તથા મોંઘીબા મહિલા કોલેજમાં તેમના યોગદાનના સંસ્મરણો વાગોળ્યા હતા.