અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજે ફરી એકવાર ગૌરવશાળી સિદ્ધિ હાંસલ કરી છે. એપ્રિલ-૨૦૨૫માં લેવાયેલ એસ.વાય.બી.એ. (સેમેસ્ટર-૦૪)ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કોલેજનું પરિણામ ૯૧.૮૭% આવ્યું છે. કોલેજમાં પ્રથમ ક્રમ મુનેરાબાનુ અકબરભાઈ ગોરીએ (મુખ્ય સમાજશાસ્ત્ર) ૮૭.૧૦% ગુણ સાથે હાંસલ કર્યો છે. દ્વિતીય ક્રમ પર બે વિદ્યાર્થિનીઓ જોષી મિતાર્થી શૈલેષભાઈ (મુખ્ય સંસ્કૃત) અને ગોસાઈ ભૂમિકા અશોકપરી (મુખ્ય સમાજશાસ્ત્ર) ૮૫.૪૫% સાથે રહી છે, જ્યારે તૃતીય ક્રમ પઠાણ સુનેરા અમજદખાન (મુખ્ય સમાજશાસ્ત્ર) ૮૪.૭૩% સાથે મેળવ્યો છે. આ ઉજ્જવળ પરિણામ હાંસલ કરવા પાછળ કોલેજના તમામ અધ્યાપકોએ દેખરેખ તથા મહેનત કરેલ છે. આવા પરિણામ બદલ સંસ્થાના સર્વ સ્ટાફ મિત્રો અને વિદ્યાસભાના પદાધિકારીઓએ સફળ વિદ્યાર્થિનીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.