અમરેલીમાં છેલ્લા ૩૪ વર્ષથી એકમાત્ર ગ્રાન્ટેડ માતુશ્રી મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજનું બી.એ.સેમ.૦૬ની પરીક્ષાનું ૮૮.૭૧% પરિણામ જાહેર થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માર્ચ-૨૦૨૫માં આયોજીત આ પરીક્ષામાં નિમાવત ગાયત્રી દિલીપભાઈએ ૮૪.૫૭%-મુખ્ય સંસ્કૃત (ગામ કીડી) પ્રથમ, લિંબાસીયા ઉર્મિ કનુભાઈએ ૮૨.૭૧ %, મુખ્ય સંસ્કૃત, (ગામ ચિતલ) દ્વિતીય અને સોલંકી નિકિતા અરવિંદભાઈએ ૮૧.૪૩ %, મુખ્ય સંસ્કૃત (ગામ જશવંતગઢ) તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. કુલ પાસ થયેલ ૧૧૦માંથી ૧૦૦ વિદ્યાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ અને ડિસ્ટિંકશન મેળવ્યું છે. તમામ વિદ્યાર્થિનીઓ તથા સંસ્કૃત ડિપાર્ટમેન્ટને સંસ્થાના પ્રમુખ વસંતભાઇ ગજેરા, મંત્રી કિશોરભાઈ મહેતા, મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટ, વિદ્યાસભા નિયામક ડો. ગીરીશભાઈ ભીમાણી તથા કેમ્પસ ડાયરેક્ટર વી.એન.પેથાણી, ઈન્ચાર્જ આચાર્ય ડો. જી.વી. વેલિયત તથા સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.