અમરેલીમાં એકમાત્ર ગ્રાન્ટેડ માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જૂન ૨૦૨૪ માં આયોજીત બી.એ. સેમ.-૨ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરી સંસ્થાનું ગૌરવ વધારેલ છે. જેમાં પ્રથમઃ- મહેતા પ્રાંજલ સંજયભાઈ, ૮૫.૮૨%, દ્વિતીય–પરમાર મોનિકા કરશનભાઈ ૮૪.૧૮% અને તૃતીયઃ- સૈયદ સીમાબાનુ મહેબુબઅલી ૮૪.૦૦ % નો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થિનીઓનો મુખ્ય વિષય અંગ્રેજી હતો. કુલ પાસ થયેલ ૧૧૧માંથી ૧૧૦ વિદ્યાર્થિનીઓએ ફર્સ્ટ કલાસ અને ડિસ્ટીંકશન મેળવીને સંસ્થાને વિશેષ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે. ઉત્તીર્ણ થનાર તમામને અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી કિશોરભાઈ મહેતા, મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખૂંટ તથા કેમ્પસ ડાયરેકટર વી.એન.પેથાણી, ઇન્ચાર્જ આચાર્ય ડો. બી.આર. ચુડાસમા તથા સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.