અમરેલીની શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે ૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ એક વિશેષ સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત, બી.એન. વિરાણી ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે DYSP ચિરાગભાઈ દેસાઈ અને PI ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વિદ્યાર્થીનીઓને વર્તમાન સમયમાં વધતા સાયબર ગુનાઓથી બચવા વિસ્તૃત માહિતી આપી હતી. વક્તાઓએ સાયબર ફ્રોડ, ફિશિંગ, OTP છેતરપિંડી, સોશિયલ મીડિયા સુરક્ષા અને ઓનલાઈન ઠગાઈથી બચવાના ઉપાયો સરળ ઉદાહરણો દ્વારા સમજાવી, સુરક્ષા અંગે હંમેશા જાગૃત રહેવાનો મહત્વનો સંદેશ આપ્યો હતો.








































