(એ.આર.એલ),અમરેલી,તા.૮
અમરેલીમાં બહારપરાની પોલીસ ચોકીને આગ ચા પી દેતા દોડધામ જાકે આસપાસના લોકોએ તુર્ત આગ બુજાવી દીધી હતી. પોલીસમાં અનેકવાર ચોપડે ચડી ગયેલા આરોપીના ઘરે પોલીસ સમન્સ બજાવવાની બાબતે ગિનાયેલા આરોપીએ શહેરના વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીને સળગાવવાનો પ્રયાસ કરતા લોકો એકત્ર ઈ ગયા હતા અને આ આગને બુજાવી દીધી હતી આ સમગ્ર શહેરમાં ગઈકાલે આ કિસ્સો ટોપ ઓફ ધ ટાઉન બની ગયો હતો.
અમરેલીના બહાર પરા વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીમાં મયંક જગદીશભાઈ મહેતા પ્લાસ્ટકની બોટલમાં જ્વેલનશીલ પ્રવાહી ભરીને પહોંચ્યો હતો એ પછી પોલીસ ચોકીના લોબીની ગ્રીલમાં લગાવેલા કાપડ પર પગલૂછણીયા પાસે છોડી પોલીસ ચોકીને આગ લગાડવાનો પ્રયત્ન કરતા આજુબાજુના લોકોને જાણ તાં લોકો એકઠા ઈ ગયા હતા. આગ સામાન્ય હોવા જલ્દી ઓલવી દેવામાં આવી હતી ઘટના બાદ આરોપી મયંક મહેતા ફરાર યો હતો આ ઘટનાના પગલે જાણ તાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. આરોપી મયંક જગદીશભાઈ મહેતાને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા પૂછપરછ કરતા મયંક મહેતા સામે દાહોદ ભાવનગર સહિતના શહેરોમાં અનેક ગુના નોંધાઈ ચૂક્યો છે. જાણવા મળતી માહિતી મુજબ મયંક જગદીશભાઈ મહેતાને પોલીસ દ્વારા સમન્સ બજાવવાની લઈને પોલીસી નારાજ હતો તેના કારણે પોલીસ ચોકી સળગાવવાનો પ્રયત્ન કર્યો હોવાની માહિતી મળી રહી છે.