ગુજરાત સરકારની સરસ્વતી સહાય યોજના અંતર્ગત બુધવારે અમરેલી શહેરની બંસીધર વિદ્યાલય ખાતે ધોરણ ૯ની વિદ્યાર્થિનીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું. આ યોજનાનો મુખ્ય હેતુ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પી.કે. વસરા તેમજ શિક્ષકો ડી.સી. ગોલ, બી.એન. મકવાણા, રાધિકાબેન શેખવા અને ઘનશ્યામભાઈ ગોસ્વામી સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં આ સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું.