અમરેલી શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા બંસીધર વિદ્યાલય ખાતે આજે કલા ઉત્સવ અંતર્ગત ક્યુડીસી (ઊડ્ઢઝ્ર) કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા અને સુગમ સંગીત જેવી વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ક્યુડીસી ઈન્ચાર્જ ભરતભાઈ મકવાણા, જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કૂલના રીમાબેન જેઠવા અને યુનિટી હાઈસ્કૂલના ગોસ્વામી સાહેબ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.