અમરેલીમાં રહેતી એક યુવતીના લગ્ન વડિયાના ચારણીયા ગામે રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયા નાની નાની બાબતોમાં મેણા ટોણા મારતા હતા. ઉપરાંત પતિએ ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે દયાબેન આશીષભાઈ સાવલીયા (ઉ.વ.૩૪)એ પતિ આશીષભાઈ હરીભાઈ સાવલીયા, સાસુ રસીલાબેન હરીભાઈ સાવલીયા, જેઠ હિરેનભાઈ હરીભાઈ સાવલીયા તથા નણંદ અલ્કાબેન સંદીપભાઈ ભુવા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને પતિ, સાસુ, જેઠ તથા નણંદ ચારેય જણા નાની નાની બાબતોમાં મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ-ત્રાસ આપી પતિને ચડામણી કરતા હતા. ઉપરાંત પતિએ અવારનવાર ઢીકાપાટુનો મુંઢમાર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. આદ્રોજા વધુ તપાસ કરી રહ્યા છે.