અમરેલીની લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડી. એચ. કાબરીયા આર્ટસ મહિલા કોલેજનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬નું B.A. (Eng.)સેમેસ્ટર-Vનું યુનિવર્સિટી પરિણામ ૯૫% આવ્યું છે, જેમાં કોલેજે ૧૦૦% ફર્સ્ટ ક્લાસ મેળવ્યો છે. કોલેજ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ૮૭.૦૯% સાથે ગામી ખુશી પ્રથમ, ૮૬.૧૮% સાથે કાનાણી નીધી દ્વિતીય અને ૮૬.૦૦% સાથે મેર મૈત્રી તૃતીય સ્થાને રહી છે. યુનિવર્સિટી પરીક્ષામાં આ ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ સફળતા મેળવવા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ અને પદાધિકારીઓ તરફથી કોલેજના સમગ્ર સ્ટાફ, ઉત્તીર્ણ વિદ્યાર્થીનીઓ અને રેન્કર્સને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.