તાજેતરમાં ઉદયપુર, રાજસ્થાન ખાતે તેનસિંકાન નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન તા. ૮ અને ૯ જૂનના રોજ થયેલ હતું. સમગ્ર દેશમાંથી ૪૦૦ સ્પર્ધકોએ અલગ અલગ રાજયોમાંથી ભાગ લીધો હતો. આ કરાટે સ્પર્ધામાં ઇન્ટરનેશનલ શોતોકાન કરાટે ડુ એકેડમીના અમરેલી બ્રાન્ચના કરાટે કોચ સેન્સાઈ પાર્થ કામોઠીની ટીમે કાતા-કુમિતેની ઇવેન્ટમાં ભાગ લીધો હતો. તેમાં ૩ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૧૧ બ્રોન્ઝ એમ કુલ ૨૦ મેડલ મેળવી ટીમ વિજેતા રહી હતી. આ ટીમે ક્યોશી ડા. વિજય એમ. સોલંકીના નેતૃત્વ હેઠળ સુંદર દેખાવ કરતા ટીમને અભિનંદન પાઠવીને ઉત્સાહ વધાર્યો હતો. આ કરાટે ટુર્નામેન્ટમાં કરાટે કોચ સેન્સાઈ પાર્થ કામોઠીએ કાતા-કુમિતેમાં રેફરી અને જજ તરીકેની સેવા બજાવી હતી.