અમરેલીમાં જિલ્લા જેલ ખાતે જેલના ઇન્ચાર્જ અધિક્ષક એ.એન. પરમારના સહયોગથી રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા જેલના બંદીવાન ભાઈઓને પોતાની બહેનોએ કંકુનું તિલક કરીને કાંડે રાખડી બાંધીને પોતાના ભાઈઓના ઓવારણા લીધા હતા. એકબીજાના મોં મીઠા કરાવીને બહેનોએ ભગવાન તેમના ભાઈઓની રક્ષા કરે તેવી પ્રાર્થના કરી હતી. અમરેલી જિલ્લા જેલના બંદીવાનો દ્વારા પોતાની બહેનોને વૃક્ષના રોપા ગિફ્‌ટમાં આપી વૃક્ષારોપણ અને પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરેલ હતી.