અમરેલીની જવાહર નવોદય વિદ્યાલયમાં વાયુસેનાના વિંગ કમાન્ડર રવિકુમાર ભુજિયા અને તેમની ટીમ દ્વારા તાજેતરમાં કરિયર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને વિજેતાઓને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને કરિયરની વિવિધ દિશાઓ, તકનીક અને પ્રવૃત્તિઓની જાણકારી મળી હતી. આ કાર્યક્રમ વિદ્યાલયના પ્રાચાર્ય વિજયકુમાર બોસના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.