અમરેલીની ગજેરા કેમ્પસમાં શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ, ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ તથા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ખાતે ૧૧થી ૧૫ જુલાઈ દરમિયાન સાહિત્ય અને કલા મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ચિત્ર, નિબંધ, વક્તૃત્વ, ગાયન-વાદન, સુલેખન, ક્વિઝ, સર્જનાત્મક કૃતિ અને એકપાત્ર અભિનય જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કેમ્પસમાં ર્જનાત્મકતાનો માહોલ છવાયો હતો. પ્રમુખ વસંતભાઈ ગજેરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા મહોત્સવનો હેતુ વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન આપી સર્વાંગી વિકાસ કરાવવાનો છે. મંત્રી ચતુરભાઈ ખુંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી ઉપસ્થિત રહ્યા હતા. શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને આગામી ઉચ્ચ કક્ષાની સ્પર્ધાઓ માટે વિશેષ માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવામાં આવશે.







































