અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આટ્ર્સ કોલેજમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કોલેજના BCA વિભાગમાં સરકારી યોજના અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નિઃશુલ્ક વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ગો રાજકોટની પ્રતિષ્ઠિત નક્ષત્ર એકેડેમી દ્વારા સંચાલિત કરવામાં આવશે, જે દરરોજ કોલેજના નિયમિત અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ યોજાશે.BCA વિભાગના કો-ઓર્ડીનેટર અભિષેકભાઈ જોશી અને HOD વિપુલભાઈ બાલધાના પ્રયાસોથી અમરેલીના વિદ્યાર્થીઓને તેમના જ શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ મળી રહેશે. સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુંટ, મનસુખભાઇ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ આ પહેલને આવકારી છે.