અમરેલીમાં આવેલી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ સતત ઉત્તમ પરિણામ આપતી શૈક્ષણિક સંસ્થાઓમાં હંમેશા અગ્રેસર રહી છે. તાજેતરમાં જાહેર થયેલા બોર્ડના ધોરણ ૧ર અને ૧૦ ના પરિણામમાં પણ આ સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યા છે. જેમાં હાલમાં જાહેર થયેલા ધોરણ ૧૦ ના પરિણામમાં ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ જિલ્લા પ્રથમ આવી છે. આ સ્કૂલના ૩૮ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે ૬૦ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ મેળવેલ છે અને કુલ ર૦૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા સંસ્થાનું ઉત્કૃષ્ટ પરિણામ આવેલ છે. સ્કૂલની રાજપરા ઝીલે ૯૯.૯૮ પીઆર લાવી અને શાળામાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને પરિવારનું નામ રોશન કર્યુ છે. પરશોતમ રૂપાલા અને એચ.એલ. પટેલના માર્ગદર્શનમાં અને શિક્ષકો મયુરભાઈ ગજેરા, નિલેશભાઈ ગજેરા અને પ્રહલાદભાઈ વામજાના સતત મોનિટરીંગ સાથે આ સ્કૂલ અહીંના વિદ્યાર્થીઓ માટે મજબુત ભવિષ્યનું નિર્માણ કરી રહી છે.