અમરેલીની ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શૈક્ષણિક સંસ્થા હેઠળ પ્રાથમિક વિભાગના ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ દિવસ દેશના શિક્ષકો માટે આદર અને સન્માનનો દિવસ છે. આ અવસરે શાળાના બાળકો દ્વારા દિવસની શરૂઆત પ્રાર્થનાસભાથી શરુ કરવામાં આવી હતી. આ દિવસે સ્વયં વિદ્યાર્થીઓએ શિક્ષક બની શિક્ષક દિવસની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરી હતી. દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ જાતે એક દિવસ શિક્ષક બનીને પોતાના અનુભવ અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. શિક્ષક દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અને દરેક વિષય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવ્યુ હતું. કાર્યક્રમની સમાપન વિધિમાં શાળાના માર્ગદર્શક એચ.એલ.પટેલ અને સંસ્થાના સંવાહક મયુરભાઈ ગજેરાએ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓને સારી રીતે કાર્યક્રમ ઉજવવા બદલ આર્શીવચન પાઠવ્યા હતા. શિક્ષક દિવસના અંતે શ્રેષ્ઠ શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય અને તૃતીય નંબર આપીને શાળાના સંચાલક દ્વારા ઉદ્‌બોધન કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રગીત ગાઈને શિક્ષક દિવસનું સમાપન કરવામાં આવ્યું હતું.