સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં વધુ એક વખત પેપર લીકની ઘટના સામે આવી છે. હાલમાં ચાલી રહેલી બી.કોમ. સેમેસ્ટર ૪ની પરીક્ષા દરમિયાન અમરેલીની કોલેજમાંથી ચાલુ પરીક્ષાએ પ્રશ્નોના જવાબો વ્હોટ્સએપ ગ્રુપમાં વાઇરલ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે, અમરેલી એમ.ડી. સીતાપરા કોલેજમાંથી કોઈપણ પ્રકારે બી.કોમ. સેમેસ્ટર-૪નું પેપર વ્હોટ્સએપનાં માધ્યમથી લીક થયું હતું. ત્યારબાદ જવાબો લખેલા ફોટો પાડી અને કોલેજ ફ્રેન્ડ નામના વ્હોટ્સએપ ગ્રુપમાં વાઇરલ થયા હતા. આપની છાત્ર વિંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડા. ઉત્પલ જોશીને રજૂઆત કરી હતી, જેથી કુલપતિએ ગેરરીતિ સાબિત થાય તો પરીક્ષા કેન્દ્ર રદ કરવાની ખાતરી આપી હતી. આ અંગે આમ આદમી પાર્ટીની CYSSએ સ્પષ્ટ માંગણી કરી છે કે આ પ્રકરણમાં ૪૮ કલાકમાં પગલાં લેવામાં આવે અને પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
પરીક્ષા કેન્દ્રનાં સીસીટીવી તપાસવા જરૂરી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં નિયમ પ્રમાણે જે તે કોલેજમાં પેપરનાં કોડ આપવામાં આવે છે અને તેનું પ્રિન્ટ પણ જે તે કોલેજમાં જ કરવાનું હોય છે. આ પ્રશ્ન પેપર કેટલા વાગે પ્રિન્ટ થયું ? અને પ્રિન્ટીંગ વખતે સીસીટીવી કેમેરા ચાલુ હતા કે કેમ ? તે યુનિવર્સિટી ચકાશે તો ઘણું સત્ય બહાર આવી શકે તેમ છે. જા કોઈ વિદ્યાર્થીએ મોબાઈલમાં ફોટા પાડી વાઈરલ કર્યા હોય તો પરીક્ષા ખંડમાં પણ સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવેલ હોય તો તેની પણ તપાસ થવી જાઈએ. આમ તમામ સીસીટીવી ચેક કરવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ છે.
પેપર લીક મામલે એમ.ડી. સીતાપરા કોલેજને તપાસનાં આદેશ અપાયા: કુલપતિ
આ અંગે કુલપતિ ઉત્પલ જાષીએ સંજાગ ન્યૂઝને જણાવ્યું હતું કે એમ.ડી. સીતાપરા કોલેજમાંથી પ્રશ્ન પેપર મોબાઈલમાંથી લીક થયું હતું. જે અંગે કોલેજના પ્રિન્સીપાલને તપાસનાં આદેશ અપાયા છે. અને જા કોલેજ કસુરવાર હશે તો તેનું પરીક્ષા કેન્દ્ર પણ રદ્દ કરવામાં આવશે.