અમરેલી શહેરમાં ટ્રાફિક સમસ્યા દિનપ્રતિદિન વકરતી જાય છે. ટ્રાફિક પોલીસની ઢીલી નીતિને કારણે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. વાહન ચાલકો ગમે ત્યાં વાહન પાર્ક કરી આંટાફેરા કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા શહેરીજનો માટે માથાના દુઃખાવા સમાન બની છે. જેમાં ખાસ કરીને અમરેલીના માણેકપરામાં આવેલી એચડીએફસી બેંક પાસે ટ્રાફિક સમસ્યા હવે જાણે રોજિંદી બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આ વિસ્તારમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને માથાના દુઃખાવા સમાન આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે.