અમરેલી જિલ્લાની આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને આજે જિલ્લા પંચાયત ખાતે હડતાળ પર ઉતરી છે. ફિક્સ પગાર, ફિક્સ સમય અને નોકરીના કાયમીકરણ સહિતના મુદ્દાઓને લઈને આશાવર્કર બહેનોએ આ પગલું લીધું છે. આશાવર્કર બહેનો જિલ્લા પંચાયત કચેરીના ગેટ પાસે બેસીને સૂત્રોચ્ચાર કરી રહી છે અને તેમની માંગણીઓનો સ્વીકાર કરવાની માંગ કરી રહી છે. આશાવર્કર બહેનોએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓનો સ્વીકાર નહીં કરવામાં આવે ત્યાં સુધી તેઓ હડતાળ પર બેસી રહેશે. આશાવર્કર બહેનોની માંગણીઓ છે કે, ફિક્સ પગાર આપવામાં આવે, નોકરીનો સમય નક્કી કરવામાં આવે, નોકરીનું કાયમીકરણ કરવામાં આવે, અન્ય સુવિધાઓ આપવામાં આવે. બે દિવસ પહેલા આશાવર્કર બહેનોએ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને તેમની માંગણીઓ રજૂ કરી હતી.
પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા આશાવર્કર બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે.