ગુજરત રાજ્ય સરકારી સંઘના દિશા નિર્દેશો અનુસાર અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલીની અમર ડેરી ખાતે અમરેલી જિલ્લા સહકારી સંઘ અને ટીમ સહકાર દ્વારા સહકાર સપ્તાહના શુભારંભ પ્રસંગે અમર ડેરીના અધ્યક્ષ અશ્વિનભાઈ સાવલિયાની અધ્યક્ષતામાં સહકારનો ધ્વજ ફરકાવી સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સહકાર સપ્તાહ ૧૪ નવેમ્બર ૨૦૨૪ થી ૨૦ નવેમ્બર ૨૦૨૪ સુધી ચાલશે. જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા વિવિધ સહકારી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ જયંતીભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.ના ઉપાધ્યક્ષ અરુણભાઈ પટેલ, અમરેલી જિલ્લા સહકારી સંઘના યુવા સમિતિના અધ્યક્ષ જીજ્ઞેશભાઈ રામાણી, સહકારી અગ્રણીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.