તહેવાર ટાણે જ ટ્રાફિક સમસ્યા વકરી, આડેધડ વાહન પાર્કિંગથી લોકોને હાલાકી

અમરેલીમાં તહેવાર ટાણે જ ટ્રાફિક સમસ્યાએ માઝા મૂકી છે. હાલમાં લોકો ખરીદી કરવા ઉમટી પડતા ટ્રાફિક સમસ્યા વકરી છે. વાહનચાલકો આડેધડ પાર્કિંગ કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા બેકાબૂ બની હોવાથી રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અમરેલીમાં જન્માષ્ટમીના તહેવારના કારણે મેઈન રોડ, ટાવર રોડ, હરિ રોડ, લાઠી રોડ, ચીત્તલ રોડ, ચક્કરગઢ રોડથી માંડીને શહેરના મોટા ભાગના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જાવા મળી રહ્યો છે. આ વચ્ચે ખરીદી માટે પણ લોકોનો ભારે ધસારો રહે છે. સાથે સાથે માર્ગો પર વાહનોનો પણ ધસારો થતા મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા બેકાબૂ બની ગઈ છે અને જ્યાં જૂઓ ત્યાં માર્ગો પર ટ્રાફિકજામ થવાના દૃષ્યો જાવા મળે છે. ટ્રાફિકના કારણે એક વખત રોડમાં પ્રવેશ કર્યા બાદ આગળ વધવું કે બહાર નીકળવું બન્ને મુશ્કેલ બની જાય છે. તહેવારના સમયે જ શહરેમાં ટ્રાફિકની સમસ્યાએ માથુ ઉંચકતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. બીજી તરફ અમરેલીમાં એકપણ વિસ્તારમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. માત્ર ટીઆરબીના જવાનો ટ્રાફિક નિયમન કરતા હોય છે પરંતુ કયારેક તેઓ પણ મોબાઈલમાં મગશૂલ હોવાથી વાહનચાલકો આડેધડ વાહન પાર્કિંગ કરી રહ્યાં છે. ટીઆરબીના જવાનોને દંડ ફટકારવાની સત્તા ન હોવાથી તેઓ પણ મૂક પ્રેક્ષકની જેમ ઉભા ઉભા તમાશો જાયા કરે છે. આવા સમયે અમરેલીમાં ટ્રાફિકના નિયમન માટે કોઈ પોલીસ અધિકારીને ફરજ સોંપવામાં આવે તેવી માંગ શહેરીજનોમાંથી ઉઠવા પામી છે.

માર્કેટિંગ યાર્ડ પર આડેધડ પાર્કિંગ
અમરેલીમાં માર્કેટિંગ યાર્ડ રોડ પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે જેમાં ખાસ કરીને ખાણીપીણી વાળાની લારીઓ આડેધડ ઉભી રહેતી હોવાથી આસપાસના દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે અનેકવાર પોલીસ સમક્ષ રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. પોલીસની નબળી કામગીરીને કારણે રેડ કોર્નર સિનેમા પાસે લારીઓનો જમાવડો થાય છે તેમજ કારચાલકો ગમે ત્યાં વાહન પાર્ક કરતા હોવાથી ઘણીવાર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

પાલિકા દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી
અમરેલી શહેરમાં આડેધડ લારીઓ ઉભી રહે છે જોકે આ બાબતે નગરપાલિકા દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. શહેરમાં અનેક સ્થળોએ દબાણ હોવાથી ટ્રાફિક સમસ્યાએ માઝા મૂકી છે પરંતુ નગરપાલિકાની ઢીલી નીતિ હોવાથી શહેરની ટ્રાફિક સમસ્યા વકરી છે.

કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં પા‹કગ સુવિધાનો અભાવ
અમરેલીમાં નિયમોને નેવે મૂકીને બની ગયેલા મોટા ભાગના કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ત્યાંની દુકાનના વેપારીઓ તથા તેમના ગ્રાહકોના વાહનોના પા‹કગ માટેની કોઈ વ્યવસ્થા જ કરવામાં આવી નથી. આ કારણે મોટા ભાગના રોડ વાહનોના પા‹કગના કારણે નાના બની ગયા છે.

માર્ગોની બન્ને તરફ આડેધડ પાર્કિંગ, દબાણ
અમરેલીના મુખ્ય માર્ગો પર રોડની બન્ને તરફ આડેધડ રીતે રોડની વચ્ચે જ વાહનો પાર્ક કરવામાં આવે છે અને રોડ પરથી વાહનોને ચલાવવા માટે ખૂબ જ સાંકડો રોડ બચે છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વધી રહી છે. માર્ગો પર લારીઓના દબાણો પણ ખડકાયા છે. હટાવવાની કામગીરી કરાયા બાદ એક બે દિવસમાં ફરીથી દબાણ ત્યાંને ત્યાં જ ખડકાઈ જાય છે. ઘણીવાર પોલીસ દબાણ હટાવવા કે લારી હટાવવાની કામગીરી કરે તો રાજકીય નેતાઓની ભલામણને કારણે આવી કડક કાર્યવાહી થઈ શકતી નથી.